26 - ઓરતા / ભાનુપ્રસાદ પંડ્યા


આણીપા ખેલે છોટપણુંને
ઓલીપા ઓરી જોવનાઈયું ભરે ફાળ !
બાઈ, મારા આગોતરા ઊગ્યા
અલપઝલપ ઓરતા અંતરિયાળ !

સાંજની શેરી આળખી રમું
પગલિયુંનો એવોન એવો નેહ,
સીમમાં ગમે ઘાટડી કોરી
ભીંજવી દેતો સનકારાનો મેહ !
ઝાલવાં રે પતંગિયાં મેલ્યાં
હાંઉં, ભરું હવે સોડમ્યું ભેળી ફાળ !

બાઈ, મેળાને મારગે ગાતી
જાય દુહા સોહામણી અધીરાઈ,
થાય કે ઓલી વારતાના
કુંવરની આબેહૂબ આ અમીરાઈ !
ચાગલાઈયુંની સેાહ્યમાં આવી
બાઈ ! સોણાતાં વેલડાં ઘુઘરિયાળ !


0 comments


Leave comment