34 - અનુનય / ભાનુપ્રસાદ પંડ્યા


‘હા’એ ભાતીગળ ભાર ખૂલી જાય
તારી ‘ના’એ બિડાય ઘોર રાત !
નજરુંને દોર રાજ ! પ્રોવી દે અંતરની
મોતી શી વાત રળિયાત !

સથવારે મન મારું ખુલ્લું ગગન
સરે છેટું એકાન્ત ઊંડે કૂપ,
હોઠે ઝળકાવ જરી આછેરી બીજ
મને ઘેરી અંધાર ઊભો ચૂપ !
સ્પર્શોના ઉંબર છુવાય એકવાર તો શી
મૌનનાં કમાડની વિસાત ?
એણીમેર અંકુર્યા લીલા અણસાર જોઉં
આણીમેર અળગાં વેરાન !
ફરવા ઉમંગનાં હરણાં દે સહેજ વાર
અંઘોળું વરસી એ’સાન !
વાયુથી વિખૂટાં રઝળે કહે ક્યાં જઈ
ફોરમનાં રઢિયાળા ગાત ?


0 comments


Leave comment