56.3 - ગીત – ૩ - મેં તો આંબા પર દીઠું ગુલાબ... / રાવજી પટેલ


સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકાઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ...

સાંભળ તો સખી એક ઝીણેરા મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ...

સાંભળ તો સખી એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાનાં ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઇલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ...

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ...


0 comments


Leave comment