56.7 - ગીત – ૭ - કાગળ પર ધરુજે છે હાથ / રાવજી પટેલ


કાગળ પર ધરુજે છે હાથ
આંબાની ડાળ જેવો...
કાગળ પર ધરુજે છે હાથ.

પાછો વળી વળીને ચૈતર પજવતો,
સહિયરનો પજવેલો સમણે સરકતો
રાતા રૂમાલ જેવો ફાગ... કાગળ પર...

ઊછરતા વાછડાને કેમ કરી બાંધું?
ઊડી જતા રસ્તાને કેમ કરી સાંધું?
રેલાતા ઢાળ જેવો રાગ... કાગળ પર...

કમાડ ખોલતાંક મારા જેઠજી પધાર્યા
ઝાંખા દીવાની વાટ સંકોરી બોલ્યા
‘આવે મારો અષાઢ સંગાથ...’
કાગળ પર ઢળી જતો હાથ.


0 comments


Leave comment