56.12 - ગીત – ૧૨ - મારી આંખે કંકુના સૂરજ આથમ્યા... / રાવજી પટેલ


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મારી વ્હેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યાં,
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...


0 comments


Leave comment