56.13 - ગીત – ૧૩ - દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો ! / રાવજી પટેલ


દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો !

અલી મેં તો અધવચે સાહ્યબાને રાખ્યો...
દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો !

કાજળની મશે મેં તો દીવો કીધેલો;
દીવામાં નાનેરો દીવો દીઠેલો...

અલી એનો ઝબકારો આંખોમાં આંજ્યો...
દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો !

ડસ ડસ આસુંડે પીઠી મેં ધોઈ;
ઢીંચણની ચોરી પર માળાઓ પ્રોઈ

અલી અધપડ્યો બોલ વહાલો ઉથાપ્યો...
દશે ચડીને મેં તો કાચો નખ કાપ્યો !


0 comments


Leave comment