56.14 - ગીત – ૧૪ - હે મા, તને ડસે / રાવજી પટેલ
રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા, તને ડસે.
ખેતર વચ્ચે ઝાકળિયું
ઝાકળમાં ઝૂલી આંખ,
કેર કાંટાળી, આંબલી ને
આંબલિયા પર મોર,
આંબો ઝૂક્યો આંખમાં ને
આંખ ઝૂકી ચોપાસ,
કાલી કાલી ભાષામાં
ભગવાન રડે ભેંકાર,
કાજળકાળું અંધારું ને
કાલા કાલા રામ.
રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા, તને ડસે.
0 comments
Leave comment