36 - આવો – લાવો / ભાનુપ્રસાદ પંડ્યા


મ્હેકતી રાડ્યુ સાંભળી છે તો વાયરા ભેળા ઢૂંકડા આવો;
વગડો અડાબીડ પડ્યો બઉ પગલે કેડી બાંધતા આવો;

હોય ખર્યું જો કોઈ મળોથી ગીતનું પીછું વીણતા આવો,
છાંયડીમાં ખોવાઈ ગઈ કોઈ પાંદડાની લીલાશને લાવો !

આંખવછોયા રૂપને સાચો સાચ વીંટ્યું છે શ્વાસ ?-તો આવો;
લાલ-પીળા ઉજાગરા ઉપર તલસાટોની ભાત્ય લૈ આવો;

સાચવી રાખ્યું હોય અબોટ્યું મૌન તો પછી આમના આવો,
ક્યાંય અડવાના ન્હોય જો પડ્યા ડાઘ તો ઓરાં ટેરવાં લાવો !


0 comments


Leave comment