39 - સૈ / ભાનુપ્રસાદ પંડ્યા


કાંઈ જોયાના ઝોંકા લાગ્યા
ઉતારનાર તેડોની, સૈ !

ઊભે મારગ ડાભોળિયાં વાગ્યાં
કે વગડા વેડોની, સૈ !

તૂટ્યો વાતુંનો નવલખો હાર
ખોયેલ વેણ ખોળોની, સૈ !

ખર્યો નદિયુંમાં ગોઠડીને સાર
કે નીર બધા ડ્હોળોની, સૈ !

રૉફ મેડીનો ઊતરી ક્યાં ભાગ્યો
પગથિયાંને પૂછોની, સૈ !

હશે ચાકળે ઓછાયો એક માગ્યો
કે આભલાંને લૂછોની, સૈ !
લઈ હાલી કૈં મોજડીની ભાત્યું
આ શેરિયુંને રોકોની, સૈ !

મારે ઢોલિયે સોહામણો અજંપો
ટૌકે તે એને ટોકોની, સૈ !


0 comments


Leave comment