41 - કોઈએ ભાળ્યાં... ? / ભાનુપ્રસાદ પંડ્યા


ભટક્યાં બધે ય આમ ઊભે મારગ
અમે લીલાં વેરાન આંખ્યે ચાળ્યાં !
જોયાંની રીત વાંકી નદિયુંમાં આંકીને
ચાલ્યાં જનાર કેાઈએ ભાળ્યાં ?

ટૌકે ભીંજેલ હતી છાંયડી બપોરની
ને વાતુનાં એક ફૂલ ખીલ્યાં,
પલકારે આમતેમ એવું હીંચ્યા કે
એનાં બોલ્યાંના વેણ પછી ઝીલ્યાં !
નથી રૂઠેલાં રૂ૫ રહ્યાં ખાળ્યાં !

પગલામાં ક્યાંય કોઈ ભાળો ભારેલ જો
તાજો નાજુક ઊંડો વળ,
ખબર્યું દેશોને તોય ઝાંઝવાની પછવાડે
ધ્રોડતું હરણ પામે કેળ !
અમે આંખ્યે ઉજાગરાને પાળ્યા !


0 comments


Leave comment