45 - ગલીમાં ગામ / ભાનુપ્રસાદ પંડ્યા


હોય ભલેને સેંકડો શેરી આપણું તો ભઈ, એક ગલીમાં ગામ !
પાદરે વહે એક નદી એનું ‘આંખની ઓળખ’ નામ !

પૂછવા મારગ નહીં ઝાઝેરા એક કાંટાળી કેડી !
શ્વાસ અને નિશ્વાસ ત્યાં આડા કરતા દોડમદોડી !

ગઢના ભોગળ સાથ ભિડાતું ફૂલની જેવું લાડ !
અડક્યાં ને નૈં અડક્યાં વચાળ સીમ જ્યાં ઊભા પહાડ !

શ્રાવણ ને ભાદરવો ભેળા વરસે બારે માસ !
દૂરના રહ્યા દૂર – કાંઠાની તોય ના બુઝી પ્યાસ !

ઘરને ખૂણે રોજ ત્યાં બળે ભડકા વગર આગ !
આંગણે ઊડે પંખી બીજાં એક બોલે નહીં કાગ !


0 comments


Leave comment