57.4 - કવિતા – ૪ / રાવજી પટેલ


સ્નાન કર્યા પછી
મેં લીલાછમ બીડની વાસણથી
અંગ લૂછ્યું.
સિસોટી મારી કે
બારીમાંથી
ઠેકી આવી
ગાયો
શિંગડીઓ પર સવારનો કૂંણો સૂર્ય લઈને,
ઠેકી આવી
ભેંસો
ડિલ પર માછલીની ગંધવાળું તળાવ ઓઢીને.
ઠેકી આવી
બકરીઓ
ઢેફાળી સીમ, નિર્જન રસ્તા, સૂના ચરા, એક મોરનું પીંછું આંખમાં ભરી.
ઠેકી આવ્યો
હું
ઘરમાં ઘૂમરાતો વંટોળ.


0 comments


Leave comment