57.6 - કવિતા – ૬ / રાવજી પટેલ


ફરીવાર એક અંધારી રાત્રે
હું આ ગામમાં આવીશ ત્યારે
પેલું દૂધનું બનેલું વાછડું એની ગાયને
ચાટતું જ હશે કે ?
પેલો
સીસમના ડિલવાળો વૃદ્ધ
ફરકડીમાં ભીંડી વીંટી વીંટી ઘડપણ સાંધે છે
અને
રોજ રોજ સામા ફળિયામાંથી
ઝઘડવા આવતી છોકરી :
ફરીવાર એક અંધારી રાત્રે
હું આ ગામમાં આવીશ ત્યારે
વૃદ્ધ મને સાંધશે ?
પેલી છોકરી મને લડશે ?


0 comments


Leave comment