57.7 - કવિતા – ૭ / રાવજી પટેલ


છજા નીચેનું કબૂતર
ગટૂરગુટ ગટૂરગુટ કરે છે; તેના ગળામાંથી
માટીની ભીંતનો પડછાયો,
છાપરામાંથી પથારી પર પડતો
પોચા પોચા ગાલ જેવો સૂર્ય,
તળાવનો ભીનોભદ કાદવ,
કમળ કરતાંય રૂપાળી જલકૂકડી
અને પૃથ્વી પર ચાલતાં ચાલતાં
ઘડીકવારમાં ઊડી જવાની હોય એવી અપ્સરી
મારા કાગળ પર ઊતરી આવે છે;
અને
હું કવિતા લખી રહું એટલામાં તો
તે કબૂતર બની
ઊડી જાય છે.


0 comments


Leave comment