57.8 - કવિતા – ૮ / રાવજી પટેલ
આકાશ ક્યા ઓરડાના આયનામાં.
ભરાઈ ગયું છે ?
મોરના પીંછાંના ઢગલા જેવાં વાદળ
આ નગરની અગાશીઓ પર
ફરી કદીય નહીં આવે.
હું ચાર વર્ષ પહેલાં
વસંતતિલકા રચતો હતો,
તે સમયમાં કો’ક કિશોરીના
ફૂલ જેવા કાન આમળ્યા હતા.
ચાસમાંથી માટીને આઘીપાછી કરીને
અંકુરિયું માથું ઊંચું કરતા છોડને
મેં સૂંધ્યો હતો.
બરાબર એ જ વખતે
આસોપાલવની ડાળીઓ ટહુકી ઊઠી’તી !
બરાબર એ જ વખતે
હું –
‘હું શું કરતો હતો ?’
‘... ... ... ...’
ઓહ !
0 comments
Leave comment