57.9 - કવિતા – ૯ / રાવજી પટેલ


ફાગણ સુદ ચોથનો આસોપાલવ
તેં મસળી નાખ્યો !
ત્યારે
કેસૂડાની ડાળ જેવા તારા લાલમલાલ હાથમાં
ડૂબકી મારવાનું મને મન થયું...
માણસને ઘણીવાર
કેવું
કેવું
થાય છે !


0 comments


Leave comment