57.10 - કવિતા – ૧૦ / રાવજી પટેલ


ઝબકીને જાગ્યો
વેરાઈ ગયેલી ઊંઘ ભેગી કરું; પલંગના કાઠા પર
બેઠો બેઠો પગ હલાવું
તો
પગને ખેડેલું ખેતર અડક્યું
પગને મોટરનું વ્હિલ અડક્યું
પગને સિનેમાની તૂટેલી પટ્ટી અડકી
સ્વિચ કરીને જોયું તો પલંગ
નીચે
શિશુ આળોટતું હતું.


0 comments


Leave comment