52 - આપો / ભાનુપ્રસાદ પંડ્યા


તેડવા દોડું ને ચૂલે ઊભરાતાં દૂધ
ભલે, પાંગરાનો કિચૂડાટ આપો !
કંઠે હાલરડાંનાં રુંધ્યાં કપોત
એને ઊડવા ગગન થોડું આપો !

લઈ સુગંધ જેવું ફરવાનું આમતેમ,
દઈ દ્યો સૂવડાવે એવી શૂળ !
પોલાં પગલાંને હવે અડક્યા વિનાની
રોજ વલખે છે આંગણાંની ધૂળ !
એમાં કંમળ ઉગાડી એક આપો !

કોરા કડાક મારા પાલવની ભાત્યમાં
પડવા દ્યો પચરંગી ડાઘ !
એનાથી ફળફૂલે ઝૂમશે આ બાંધણીના
વણમ્હોર્યા બાવન સૌ બાગ !
ખાલીપો કાંખને ઉથાપો !


0 comments


Leave comment