58.2 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૨ / રાવજી પટેલ


કમલની દાંડી જેવા મૃદુસિક્ત પથ પર
ચાલ્યો જાઉં;
ઑર્ફિયસ પાછું વળી જુએ એમ
લાલચલોચન થોડાં
પીઠ પર ફૂટે ચપોચપ
પીપળાનાં પાન જેવાં..
!
સ્વચ્છ કૅબિનમાં
સનમિકા સૂરજ પ્હેરીને
ત્યાં જ ઊભી રહી.
કમલની કૂણીકચ દાંડી
દૂધ દાંત થકી કરપાઈ.


0 comments


Leave comment