58.4 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૪ / રાવજી પટેલ
એમ કે આકાશ જેવા પહોળા પગ
નીચે
પગલાની
છાયા
જેવો
ચપટો ચપઈ રહ્યો.
નદીતીરે મંદિરનો ઘંટ વાગે તોય
જાણે ગાયનું ગોબર કને પડ્યું રહ્યું
લાગે :
કાનમાંથી પેઢી જેવું જતું રહ્યું બ્હાર
તોય કશી ગતાગમ પડી નહીં.
Developed by Accurate Infoway
0 comments
Leave comment