58.8 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૮ / રાવજી પટેલ
મેં ખાધેલા દાણા પરના દાંત હવે જોવા છે.
રસોઈઘરના ટેબલ પરની ચમચીને અડકેલી
મારી આંગળીઓની છાપ
કોઈની આંખોનું જલ બની હશે કે ?
આ દીર્ધ રાત્રિએ
હું મને સ્વપ્નમાં આવ્યો છું...
મને મેઘની વાસ આવતી લાગે છે
હું પેન ખોળતો હોઉં એમ મને ફંફોસું
પાસે વાસ છોડની ઉંબી જેવી અડે
ત્વચાને કોણ ફૂલની જેમ ચૂંટશે ?
મીંડામાંથી કોણ મને ખોતરશે ?
0 comments
Leave comment