2 - ઋણસ્વીકાર / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   જેમના સ્નેહની ઝરમર મારી ઉપર અવિરત વરસી છે અને જેમણે મને પોતાનો કરી રાખ્યો, પોંખ્યો છે એવાં મારાં સ્વજનો શ્રી નરેશ વેદ, મહેન્દ્ર ચોટલિયા, રેખાબહેન મહેતા, સુરેશભાઈ- સુશીલાબહેન પરીખ, ધીરુભાઈ પરીખ, જયેશભાઈ- દક્ષાબહેન દેસાઈ, માર્કન્ડ ભટ્ટ, જનકભાઈ- સરોજબહેન ત્રિવેદી, મણિલાલ પટેલ, જૉસેફ મૅકવાન, અદમ ટંકારવી, જયંતભાઈ- નયનાબહેન ઓઝા, ઉમેશશીલા વ્યાસ અને ધ્રુવ ભટ્ટનું 'કૂવા'ના પ્રાગટ્ય ટાણે સ્મરણ કરતાં થતા આનંદ વિશે, તથા મારા સાહિત્ય વિશેષોને જાણતા, માણતા ગુજરાત અને મુંબઈના મારા ચાહક વર્ગે મને જે પ્રેમ આપ્યો છે તેના સ્વીકારની સાથે જ શ્રી રાજેન્દ્રગિરિ મહંત અને પૂંજાભાઈ પટેલ દમ્પતીના ભાવસભર સ્નેહાદરથી થતા આનંદ વિશે કહેવું હોય તો એટલું જ કહી શકાય:
'એહ આનંદ સખી, જાય નવ મુખ કથી.
સિંધુમાં ચરકલે ચાંચ બોળી.'
   આવું જ સંવેદન, આવો જ રવરવાટ અનસૂયા તને સ્મરતાં આજે થાય છે. 'કૂવા'ની હસ્તપ્રતના પ્રથમ વાચક રમેશ પારેખની આગાહીને સાચી પાડનાર મુ. ભગતભાઈનો પણ હું અત્યંત ઋણી છું.
ગુરુપૂર્ણિમા.
– અશોકપુરી ગોસ્વામી ૩-૭-૯૩


0 comments


Leave comment