2 - નિવેદન / ટીપે... ટીપે ... / લક્ષ્મીકાન્ત ભટ્ટ


   ટીપે...ટીપે...પ્રગટ થતાં અનેક સાહિત્યરસિક મિત્રેનું આજે કૃતજ્ઞભાવે સ્મરણ થાય છે.
   ભાવનગર, સાવરકુંડલા, અમદાવાદ, વડોદરા અને પોરબંદરના મિત્રોનાં સ્નેહ અને શુભેચ્છા સદાયે યાદ રહેશે.
   ભાવનગરના મિત્રોમાંથી શ્રી હરીપ્રસાદ અજવાળિયા અને અમદાવાદના મિત્રોમાંથી શ્રી પ્રિયકાંત મણિયાર આજે આપણી વચ્ચે નથી એનો રંજ રહે છે.

   કુટુંબમાં પણ પૂ. માતુશ્રી, મુ. શ્રી નવનીતભાઈ ચિ. અશ્વિન અને ચિ. ધીમનની વિદાય પછી આ પ્રસંગ આવે છે એટલું ખટકે છે.

   વડીલ સ્નેહીઓમાં શ્રી નર્મદભાઈ અને શ્રી તખ્તસિંહ પરમારનું સ્મરણ થાય છે.
   મુ. શ્રી ઉમાશંકરભાઈને સ્નેહ અને પ્રિય ભાઈ નિરંજન ભગતની આત્મીયતા યાદ આવે છે.
   અનેક વાચક મિત્રો અને વિવેચક મિત્રોનાં સ્નેહ અને હૂંફ હું પામ્યો છું.

   ભાઈ બોરીસાગર અને વિનોદ ભટ્ટે આ કામ સંપૂર્ણપણે સંભાળ્યું એનો આભાર હું કયા શબ્દોમાં માનું?
   એટલે—
   આપ સૌને કૃતજ્ઞભાવે સ્મરીને ઈશ્વરને પ્રાર્થું છું કે એ ઋણને યત્-કિંચિત્ ફેડી શકાય એવું હું સર્જન કરી શકું, એવી શક્તિ એ આપે.
- લક્ષ્મીકાન્ત ભટ્ટ


0 comments


Leave comment