1.13 - હૃદયરમણી ક્યાં ઓ...? / સુંદરજી બેટાઈ
(પંચપદી)
વિષમ તપતાપે શોધાઈ સદા સુષમાવતી
ક્ષિતિજક્ષિતિજે ઝાંખુંઝંખું મનોમય ભાસ્વતી
પય સકલને પાતી મોંઘાં પનોતી પયસ્વિની
ગુપત રુજ હૈયાની દે રૂઝવી મનભાવની :
હૃદયરમણી ક્યાં ઓ ક્યાં તું નિરંતર પાવની ?
(૨૦-૪–૧૯૭૧)
0 comments
Leave comment