63 - જેવું ઉછેરું…. / સંજુ વાળા


કોઈ રીતે ના ઓગળી જળવત વ્યથા
પથ્થરોએ પણ સાંભળી લીધી કથા

હદ વટાવી આવું લગોલગ કઈ રીતે ?
આપણી વચ્ચે સંભવે હરપળ તથા

ધારણામાં પણ ઝીલવું મુશ્કેલ હો –
એટલી તું હે પ્રિયે ! પ્રવાહી ન થા

મૂળ ખોતારવામાં તને રસ હોય પણ –
મહેરબાની કર ! ‘ને મૂકી દે આ પ્રથા

મોરપીંછા જેવું ઉછેરું આંખમાં –
ત્યારથી ત્યાજ છે રંગ – રૂપ સર્વથા.


0 comments


Leave comment