60 - ….થી વિશેષ / સંજુ વાળા


એકાદ સિક્કો ‘ને થોડાં શંખથી વિશેષ
ખખડાટ સિવાય બીજું કંઈ નથી વિશેષ

રહેવા ગયાં ભોંયતળિયે ત્યારથી વિશેષ
જે ખૂબ કમ ભોગવી તેને કથી વિશેષ

કૈ કેટલા દરજ્જે સન્મુખ રહ્યા કરી
હમ્મેશ લાગ્યો લડાયક મહારથી વિશેષ

ઠલવાઈ રહી છે સમજ વ્હીસ્કી પેગમાં
લિજ્જતસભર ક્યાં નહોતી ગળથૂથી વિશેષ

નિર્જીવ આ કાષ્ટનાં મ્હોરાંનો શો કસબ ?
શતરંજમાં (તો) આંગળી હો સારથિ વિશેષ.


0 comments


Leave comment