61 - નામોનાં સિલસિલા / સંજુ વાળા


સ્પર્શી શકાતી ના છતાં પરખાય આવ – જા
ગરકાવ છે અન્ધકારમાં આકાર કેટલા

કેદી બનાવ્યા’તા ઋષિનાં જાપ ગતજનમ
આ જન્મમાં કરવા પડ્યા તેના જ તરજુમા

ખૂણેખૂણા વૈફલ્યથી ખરડાઈ ખાંસતા
ઉદ્રેગ હે ! ક્યાં જઈ કહો તથ્યો તપાસવાં

કોઈ અકળ સંવાદિતા રચવામાં રત હશે
ઘુમરાય ના કારણ વિના અશ્વો અષાઢનાં

નિર્બોજ મન ફરવું હવે આવો બધાં ઝરણ
તૂટી પડ્યા નિમિત્તવશ નામોનાં સિલસિલા.


0 comments


Leave comment