65 - અકારણ યાદ આવે છે / સંજુ વાળા


પ્રતીક્ષામય ખુલ્લી બારી અકારણ યાદ આવે છે
નરી નિ:શબ્દ લયકારી અકારણ યાદ આવે છે

સહી શકતો નથી અંગત પીડાનાં રેશમી કિસ્સા
અને આ જીવને કાશી અકારણ યાદ આવે છે

સતત સુક્કા પવનની આવ – જામાં શ્વાસ વીંઝું છું
પળેપળ સાંજ વરસાદી અકારણ યાદ આવે છે

તરસનું નામ મારા રક્તમાં થીજી જતું, જયારે
અગોચર વાવ અંધારી અકારણ યાદ આવે છે

વિચારું ભાગવા આ સ્થૂળ પારાવાર છોડી, ત્યાં
ક્ષણોની સંકલિત જાળી અકારણ યાદ આવે છે.


0 comments


Leave comment