3 - ઇતિહાસ / જયેન્દ્ર શેખડીવાળા


ગઈકાલનો સૂરજ હજીય આથમ્યો નથી
ઇતિહાસ અંધકારનો મેં પણ કહ્યો નથી.

આ કાનને ટહુકાની તરસ લાગતી નથી
પંખીનો મે અવાજ કદી સાંભળ્યો નથી

સૂરજમુખીની પાંદડી પીળી જ હોય છે
મારો ઉદાસ રંગ જરી પણ ઢળ્યો નથી

અશ્રુતળાવ જોઉં તો ડૂબી જવાનું હો –
એકાદ એવો શાપ નજરને ફળ્યો નથી

આ સાંજના પગલાંમાં કશું શોધ ના હવે
પગરવ કિરણનો કોઈને સામો મળ્યો નથી


0 comments


Leave comment