8 - વેદાંત થાતાં જાય છે / લલિત ત્રિવેદી
મૂળથી ઊખડી અને નિભ્રાંત થાતાં જાય છે
છાંયડા તડકા હવે વેદાંત થાતાં જાય છે
આ પલાશો કલ્પદ્રુમ વૃત્તાંત થાતાં જાય છે
નામ ને પર્યાય લગ દેહાંત થાતાં જાય છે
લાહ્ય એવી લાગી છે કે શાંત થાતાં જાય છે
વાયરા રમણીય ગહન નિતાંત થાતાં જાય છે
આ કપીલાનગરીમાં કલ્પાંત થાતાં જાય છે
પ્રાણના પોષણ પવન ઉપરાંત થાતાં જાય છે
હા, નદી કાંઠે કદી અંધાર ડણકી જાય છે
ધીમે ધીમે જંગલો નિશાંત થાતાં જાય છે
નામ તારું લખતાં લખતાં ટેરવે ફરકી ધજા
દેહ, કાગળ ને કલમ ઉત્ક્રાંત થાતાં જાય છે
હે તથાગત ! ઘર નહીં પીડા તજી દીધા પછી
અસ્થિનાં ધુમ્મસ પરમ એકાંત થાતાં જાય છે
૩-૧-૨૦૦૧
છાંયડા તડકા હવે વેદાંત થાતાં જાય છે
આ પલાશો કલ્પદ્રુમ વૃત્તાંત થાતાં જાય છે
નામ ને પર્યાય લગ દેહાંત થાતાં જાય છે
લાહ્ય એવી લાગી છે કે શાંત થાતાં જાય છે
વાયરા રમણીય ગહન નિતાંત થાતાં જાય છે
આ કપીલાનગરીમાં કલ્પાંત થાતાં જાય છે
પ્રાણના પોષણ પવન ઉપરાંત થાતાં જાય છે
હા, નદી કાંઠે કદી અંધાર ડણકી જાય છે
ધીમે ધીમે જંગલો નિશાંત થાતાં જાય છે
નામ તારું લખતાં લખતાં ટેરવે ફરકી ધજા
દેહ, કાગળ ને કલમ ઉત્ક્રાંત થાતાં જાય છે
હે તથાગત ! ઘર નહીં પીડા તજી દીધા પછી
અસ્થિનાં ધુમ્મસ પરમ એકાંત થાતાં જાય છે
૩-૧-૨૦૦૧
0 comments
Leave comment