22 - ભગવાન જાણે છે બધું / લલિત ત્રિવેદી
ક્યારે ગુફા થઈ જઈશ હું, ભગવાન જાણે છે બધું
હું કોનું ખંડિત મૌન છું, ભગવાન જાણે છે બધું
બ્રહ્માંડનાં એ ભેદનો હું હલ થઈ આવ્યો હતો
હલમાં હલાહલ શું ભળ્યું, ભગવાન જાણે છે બધું
હો મોક્ષની ઇચ્છાનો અંતિમ મોહ પણ સ્વાહા હવે
આ હોમને શું શું ફળ્યું, ભગવાન જાણે છે બધું
તેજોતમસ અનહદ ને હદની ક્યાં ફકીરને છે તમા?
એના કમંડળમાં છે શું? ભગવાન જાણે છે બધું
ઘંટારવોની પાર, અનાદિ પૂર્વની પેલી તરફ
પેલી તરફના જાપનું ભગવાન જાણે છે બધું
વર્ષ - ૧૯૯૪

0 comments
Leave comment