15 - જુદી હોત / લલિત ત્રિવેદી


કબૂલ કરવા દ્યો – જાહોજલાલી જુદી હોત
અમારા પંડની અબીલ ગુલાલી જુદી હોત

સમરતા હોત, શબદ હોત, પ્યાલી જુદી હોત
જુદી જ હોત ધખન ને આ લાલી જુદી હોત

ભલે ને હોત ઝોળી ખાલી ખાલી જુદી હોત
હે દાસી જીવણ ! તો આ પાયમાલી જુદી હોત

અનોખાં ઓલવેલાં હોત તમે ય રૂંવાડાં
ન આમ રાખ ઊડત ખાલી ખાલી જુદી હોત

ઉદાસી ક્યાંથી ક્યાં મૂકી ગઈ આ કાગળમાં
કલામી હોત જુદી ને કમાલી જુદી હોત.

૨૫-૧૧-૨૦૦૦


0 comments


Leave comment