4 - જવા દો / લલિત ત્રિવેદી


જવા દો, મુક્તિની વાત જ જવા દો
ઢળે છે ખુશ્બૂમાં મારો ઈરાદો

કદી મળવાનું અમને સ્વપ્ન દઈને
કર્યો છે તેં ભવોભવનો તકાદો

ફરી મણકાની વચ્ચે કલ્પવૃક્ષો
ફરી જનમોજનમ તારો ચુકાદો

હવે સમજણની આ શૈયા બિછાવી
પિતામહ જેમ અમને સૂવા દો

આ ઢળતી રાત, આ મંજીરાં શું છે?
અને આ ક્ષણ ઓગળતી મુરાદો...

૭-૧૦-૧૯૯૭


0 comments


Leave comment