14 - તું પારખાં કરી જો / લલિત ત્રિવેદી
હોશોહવાસ ક્યાં છે તું પારખાં કરી જો
માલિક ! લિબાસ ક્યાં છે તું પારખાં કરી જો
આવારગી વધી ગૈ તો થૈ ગઈ પલાંઠી
સ્હેજ પ્રયાસ ક્યાં છે તું પારખાં કરી જો
તું ખાતરી કરી જો વિષથી ય આકરી કૈં
ઋતુઓ-વિલાસ ક્યાં છે તું પારખાં કરી જો
તડપન હવે ન તસ્બી... એક ગોખલો ને દીવો..
કોઈ તલાશ ક્યાં છે તું પારખાં કરી જો
તેં ફેરવી દીધી છે કેવી ઈલમશલાકા !
તારીય પ્યાસ ક્યાં છે તું પારખાં કરી જો
એક પોત ઝળહળે છે અવ પોતનીય ભીતર
શ્વાસાનુશ્વાસ ક્યાં છે તું પારખાં કરી જો
કેવી ભભક ઊઠી કે નિર્નામ થૈ ગયા છે
લલ્લિતદાસ ક્યાં છે તું પારખાં કરી જો
વર્ષ - ૨૦૦૬
માલિક ! લિબાસ ક્યાં છે તું પારખાં કરી જો
આવારગી વધી ગૈ તો થૈ ગઈ પલાંઠી
સ્હેજ પ્રયાસ ક્યાં છે તું પારખાં કરી જો
તું ખાતરી કરી જો વિષથી ય આકરી કૈં
ઋતુઓ-વિલાસ ક્યાં છે તું પારખાં કરી જો
તડપન હવે ન તસ્બી... એક ગોખલો ને દીવો..
કોઈ તલાશ ક્યાં છે તું પારખાં કરી જો
તેં ફેરવી દીધી છે કેવી ઈલમશલાકા !
તારીય પ્યાસ ક્યાં છે તું પારખાં કરી જો
એક પોત ઝળહળે છે અવ પોતનીય ભીતર
શ્વાસાનુશ્વાસ ક્યાં છે તું પારખાં કરી જો
કેવી ભભક ઊઠી કે નિર્નામ થૈ ગયા છે
લલ્લિતદાસ ક્યાં છે તું પારખાં કરી જો
વર્ષ - ૨૦૦૬
0 comments
Leave comment