17 - ચમત્કાર કર / લલિત ત્રિવેદી
તારું હોવું ભલે તું ન સાકાર કર
મારા આકારનો તું ન ઇન્કાર કર
ક્યાં કહું છું તને કે મને પાર કર
મારી એકાદી ક્ષણને તદાકાર કર
સર્વ આધારથી મુક્ત કર તું મને
આભ જેવો મને તું નિરાધાર કર
તો પછી કેમ હું એક પડછાયો છું?
તારા તેજોતમસનો તું ઇકરાર કર
એનાં મંજીરાં પણ થૈ ગયાં છે ભજન
તારી મૂરતમાં તું પણ ચમત્કાર કર
વર્ષ - ૧૯૯૭
મારા આકારનો તું ન ઇન્કાર કર
ક્યાં કહું છું તને કે મને પાર કર
મારી એકાદી ક્ષણને તદાકાર કર
સર્વ આધારથી મુક્ત કર તું મને
આભ જેવો મને તું નિરાધાર કર
તો પછી કેમ હું એક પડછાયો છું?
તારા તેજોતમસનો તું ઇકરાર કર
એનાં મંજીરાં પણ થૈ ગયાં છે ભજન
તારી મૂરતમાં તું પણ ચમત્કાર કર
વર્ષ - ૧૯૯૭
0 comments
Leave comment