51 - જુઓ ને / લલિત ત્રિવેદી
અધમધરાતે નખ ઊઘડે ને મીઠ્ઠપ વિલસે આમ જુઓ ને
લાભશુભનાં કમાડ પાછળ સરસ સુશીલ સંગરામ જુઓ ને
જાત અને જરજોબનના ક્યા લઇ ચાલ્યા અંજામ જુઓ ને
વનનો મારગ ઘરમાં થઈને ક્યાંક જતો સરિઆમ જુઓ ને
સજની ! રજની શરદપૂનમની ખૂણે કોડિયા જેવી રે
શણગટ પોપચે ઢળી ગયો ને મળી ગયો વિસરામ જુઓ ને
અરધઉરધ ને ઇધરઉધરમાં રઝળે ડંકા બાર હો જી
એકસો આઠ રૂબાઈ વચ્ચે ક્યાં છે ઉમર ખયામ જુઓ ને
રાસ રમાડે રસિકલાલ ને રતિલાલની રાતો રે
જોજન જોજન દટ્ટણપટ્ટણ નામ ઠામ ને ગામ જુઓ ને
સિયાવર રામચંદ્ર કી જે બોલી પડવા દીધી સવાર હો જી
ધખે અધૂરી રાત ઢોલિયે સણકે ચખ ને ચામ જુઓ ને
ઓક્ટોબર ૨૦૦૧

0 comments
Leave comment