26 - રસિયા !/ લલિત ત્રિવેદી


તેં રસી દીધેલા અંગે અંગ રસિયા !
એ બધા ઊતરી રહ્યાં છે રંગ, રસિયા !

આ ત્વચા પણ થૈ ગઈ છે દંગ, રસિયા !
થૈ ગયા છીએ અમે સત્સંગ, રસિયા !

વૃક્ષની ટોચે ધજા ફરકી રહી છે
ટેરવે ચોરાસી લખના જંગ, રસિયા !

કેવા આલિંગનનાં આ ફરમાન છે કે
આ ભુજાઓ ભોગવે રસભંગ, રસિયા !

થૈ ગયા છે ગુમ કિનારા ને ઇશારા
કેવા ગેબી રસ ઝરે છે અંગ, રસિયા !

ઑગસ્ટ,૧૯૯૮


0 comments


Leave comment