44 - સ્પર્શ / લલિત ત્રિવેદી


હો ટેરવાંનો સ્પર્શ કે કોઈના મનનો સ્પર્શ
શું ભેદ જયારે પામી ગયા હો પવનનો સ્પર્શ

આપો અફાટ ટેરવે એવા જપનનો સ્પર્શ
ઊંડાણ નહિ સપાટી નહિ કે નહિ ગગનનો સ્પર્શ

કોઈ પતન ન હો ન કોઈ જાત કે જતન
એક રાત પાછલી હો અને હો ભજનનો સ્પર્શ

આ માર માર અશ્વ ને હેષાઓ બેસુમાર
કેવો હશે, પ્રિયે ! કહો એના શમનનો સ્પર્શ ?

રુદ્રાક્ષમય થવાનું આ શ્રી-ફળ જુઓ, પ્રિયે !
ના તનબદનનો સ્પર્શ, ના આવાગમનનો સ્પર્શ

વર્ષ - ૧૯૯૫


0 comments


Leave comment