12 - ખાલી કરી દો / લલિત ત્રિવેદી
સકળ જેમનું તેમ ખાલી કરી દો
ફરી આ હવાઓમાં લાલી કરી દો
અધર એવા ઊઘડે કે મંજીરાં વગડે
આ બંદામાં એવી કમાલી કરી દો
ચલો આ મિલનને જુદો અર્થ દઈએ
વિખેરી દો સ્પર્શો, ગુલાલી કરી દો
મને ચેતવી દો, મને દો ધખારા
કે વ્યાકુળ આ જાહોજલાલી કરી દો
પછી એ જ શરબત અને એ જ ઔષધ
જરા હોઠે અંજળની પ્યાલી કરી દો
૧૯-૨-૧૯૯૮
ફરી આ હવાઓમાં લાલી કરી દો
અધર એવા ઊઘડે કે મંજીરાં વગડે
આ બંદામાં એવી કમાલી કરી દો
ચલો આ મિલનને જુદો અર્થ દઈએ
વિખેરી દો સ્પર્શો, ગુલાલી કરી દો
મને ચેતવી દો, મને દો ધખારા
કે વ્યાકુળ આ જાહોજલાલી કરી દો
પછી એ જ શરબત અને એ જ ઔષધ
જરા હોઠે અંજળની પ્યાલી કરી દો
૧૯-૨-૧૯૯૮
0 comments
Leave comment