88 - એક સપ્તપદી – શરીરની / લલિત ત્રિવેદી
સુનો રે સાધુઓ ! ધીરે ધીરે ખરે છે કવચ
સુનો કે પ્રગટી રહ્યું છે શરીરમાંથી સચ
છે એ તેંત્રીસ કરોડ જેટલું જ લાંબુલચ
શરીર કહેતું હોય છે શરીરથી તું બચ
કહે મંદિર બહાર એક આપ્તજન ખુશ ખુશ :
“શરીર પ્રાર્થના જેવું છે સરસ ટૂંકું ટચ!”
વિચાર કર કે બહાર નીકળીશ શી રીતે –
- ટપકતી આંખ ફળો ફૂલો ને તું તો વચ્ચોવચ !
શું આ નવા કોઈ શરીરની છે તૈયારી ?
તિખારો સ્હેજ અડે છે ને થાય છે હચમચ !
સમજ, શું કામ સન્નેપાત થાય છે રાતે ?
શરીર સ્પષ્ટ હોય છે અને કહે છે સચ
લલિતદાસ ! ઠોક ચીપિયા ઓર બતા દે અબ –
હે ખૂબસુરત મેરી રાનિયાં મેરી લાલચ !
૬-૯-૨૦૦૭
સુનો કે પ્રગટી રહ્યું છે શરીરમાંથી સચ
છે એ તેંત્રીસ કરોડ જેટલું જ લાંબુલચ
શરીર કહેતું હોય છે શરીરથી તું બચ
કહે મંદિર બહાર એક આપ્તજન ખુશ ખુશ :
“શરીર પ્રાર્થના જેવું છે સરસ ટૂંકું ટચ!”
વિચાર કર કે બહાર નીકળીશ શી રીતે –
- ટપકતી આંખ ફળો ફૂલો ને તું તો વચ્ચોવચ !
શું આ નવા કોઈ શરીરની છે તૈયારી ?
તિખારો સ્હેજ અડે છે ને થાય છે હચમચ !
સમજ, શું કામ સન્નેપાત થાય છે રાતે ?
શરીર સ્પષ્ટ હોય છે અને કહે છે સચ
લલિતદાસ ! ઠોક ચીપિયા ઓર બતા દે અબ –
હે ખૂબસુરત મેરી રાનિયાં મેરી લાલચ !
૬-૯-૨૦૦૭
0 comments
Leave comment