56 - મુરલિયા બાજે રે / લલિત ત્રિવેદી
લોલુપ લોચનને તલસાટ મુરલિયા બાજે રે
સુક્કા ગોઠણિયાને ઘાટ મુરલિયા બાજે રે
રાત ખૂલે ને ખૂલે કબાટ મુરલિયા બાજે રે
વાય સાંભરણના કિચૂડાટ મુરલિયા બાજે રે
ઊછળે ગળથૂથીના રસ રે તરસી સુધબુધમાં
અવિચળ વરતી મુશ્કેરાટ મુરલિયા બાજે રે
લીધાદીધાનાં ક્ષીર ને નીર સામટા ઘેરી વળે રે લોલ
લોથપોથ બાવડાના રઘોરાટ મુરલિયા બાજે રે
તારી છબીની આડે, રામ ! હો મુખડાની માયા રે
વ્હાલું મુખડું વધે વિરાટ મુરલિયા બાજે રે
અણખૂટ ઓરડાને રહેવાસ ઢોલિયે જીવો ઝૂરે રે લોલ
તનડે તેંત્રીસના તરખાટ મુરલિયા બાજે રે
વર્ષ - ૨૦૦૫

0 comments
Leave comment