24 - તું જ ગુંજે છે / લલિત ત્રિવેદી
તો હજી રહેવા દે આ માયામાં
તું જ ગુંજે છે મારી કાયામાં
છે હવાનું જ આ કપટ કે શું?
જોઉં મારામાં કે આ ફાયામાં ?
રોજ અવસાનનોંધમાં પ્રગટે
સાર અધ્યાયનો પરાયામાં?
હોત દરિયો તો ક્યાંક દીવો હોત
આરોવારો નથી આ છાયામાં
આ અમસ્તી નથી ફરકતી ધજા
પ્રાર્થનાઓ છે એના પાયામાં
વર્ષ - ૧૯૯૯
તું જ ગુંજે છે મારી કાયામાં
છે હવાનું જ આ કપટ કે શું?
જોઉં મારામાં કે આ ફાયામાં ?
રોજ અવસાનનોંધમાં પ્રગટે
સાર અધ્યાયનો પરાયામાં?
હોત દરિયો તો ક્યાંક દીવો હોત
આરોવારો નથી આ છાયામાં
આ અમસ્તી નથી ફરકતી ધજા
પ્રાર્થનાઓ છે એના પાયામાં
વર્ષ - ૧૯૯૯
0 comments
Leave comment