27 - ભગત ! / લલિત ત્રિવેદી
રહી જાય છે અધૂરા આ ભક્તિભજન, ભગત !
થાતું રહે છે આપણું આવાગમન, ભગત !
સ્પર્શો જે લાલજાંબલી છે એટલું નથી
ઊછળી રહ્યાં છે ચારે દિશામાં હરણ, ભગત !
કરતાલમાં કે ચાલમાં કોઈ ન હો ફરક
પ્રગટાવી જુઓ આપમાં એવું ભજન, ભગત !
પરિણામમાં હો ભસ્મ કે હો કામળીનો રંગ
પ્હેલા સુખડનાં પોતમાં કરીએ હવન, ભગત !
ભગતિ મળે તો આપથી શું ભાગીએ, કહો
શું માગીએ જો જાગી જાય તન ને મન, ભગત !
ઑગસ્ટ, ૧૯૯૮
થાતું રહે છે આપણું આવાગમન, ભગત !
સ્પર્શો જે લાલજાંબલી છે એટલું નથી
ઊછળી રહ્યાં છે ચારે દિશામાં હરણ, ભગત !
કરતાલમાં કે ચાલમાં કોઈ ન હો ફરક
પ્રગટાવી જુઓ આપમાં એવું ભજન, ભગત !
પરિણામમાં હો ભસ્મ કે હો કામળીનો રંગ
પ્હેલા સુખડનાં પોતમાં કરીએ હવન, ભગત !
ભગતિ મળે તો આપથી શું ભાગીએ, કહો
શું માગીએ જો જાગી જાય તન ને મન, ભગત !
ઑગસ્ટ, ૧૯૯૮
0 comments
Leave comment