10 - કથા લંબાવ મા / લલિત ત્રિવેદી
તાંતણો કાચો વૃથા લંબાવ મા
તું હવે મારી કથા લંબાવ મા
ઘર ઉપર ફરકાવી દે આજે રૂમાલ
તીર્થ અડસઠની પ્રથા લંબાવ મા
કોણ મુક્તિ આપશે? જળ કે પવન?
પરપોટાની આ વ્યથા લંબાવ મા
જો ફરી આવી ગયો ઘરમાં જ તું
છોડ કરવત, આસ્થા લંબાવ મા
જો નહીં પાછું વળીને એ તરફ
મારગો ડાલામથા લંબાવ મા
ના હવે લંબાવ તું આ ઓરડો
આ ખૂણો, આ વ્યવસ્થા લંબાવ મા
મુક્ત કર વાદળ થતાં આ રક્તને
જાતરા તું અન્યથા લંબાવ મા
વર્ષ - ૧૯૯૮
તું હવે મારી કથા લંબાવ મા
ઘર ઉપર ફરકાવી દે આજે રૂમાલ
તીર્થ અડસઠની પ્રથા લંબાવ મા
કોણ મુક્તિ આપશે? જળ કે પવન?
પરપોટાની આ વ્યથા લંબાવ મા
જો ફરી આવી ગયો ઘરમાં જ તું
છોડ કરવત, આસ્થા લંબાવ મા
જો નહીં પાછું વળીને એ તરફ
મારગો ડાલામથા લંબાવ મા
ના હવે લંબાવ તું આ ઓરડો
આ ખૂણો, આ વ્યવસ્થા લંબાવ મા
મુક્ત કર વાદળ થતાં આ રક્તને
જાતરા તું અન્યથા લંબાવ મા
વર્ષ - ૧૯૯૮
0 comments
Leave comment