71 - ગુમશુદા છે / લલિત ત્રિવેદી


ગયા જે શોધવા તે ગુમશુદા છે
નથી મળતો હજી એ તો ખુદા છે !

પવન ને જળનો સરવાળો કરી જો
તને સમજાશે ક્યાં ક્યાં બુદબુદા છે !

અહીં તરવાનું મતલબ છે સમંદર
ને સામો પાર મતલબ નાખુદા છે !

અરીસા પાર વસનારા અમે તો
અમે શું જાણીએ શું બેહૂદા છે !

ગુલાબી હો ભલે આકાશ કિન્તુ
અમારી સાંજના રંગો જુદા છે !

વર્ષ - ૧૯૯૭


0 comments


Leave comment