52 - રાત રહે જ્યાહરે / લલિત ત્રિવેદી
રાત રહે જ્યાહરે તેજ શું કે તિમિર આ ઘડી હોય કે પાછલી ખટઘડી
નિત્ય હો જેહના ભાગ્યમાં ઓરડો, હરઘડી હરસમે ટમટમે દીવડી
ધ્યાન ધર ધ્યાન ધર, વીરલા ! જૂજવા જુધ્ધના આયુધો કારમાં કમકમે
કાંબિયું ખણખણે કસકસે કંચવા તેહને જાગવા ક્યાં મળે આંખડી ?
તું જ છો શરીરમાં લકીરમાં તું જ છો અંગૂઠે તીરમાં તું જ છો, યામિની !
કામિની ! હું જ કાચો પડ્યો ધૂળમાં પટકુળો રખરખે ધમધમે ચામડી !
તુષ અને તાંબુલો તમતમે સાતમા જળ અને તળ સુધી ભોર ક્યાં ભાળવી ?
નવરસે લખલખે ઠેઠના કુળથી મૂળમાં રાંકડી આ જલદ જીભડી
ગાઢ સમશાનની રાખમાં તાકતું એક ઘૂવડ સતત રાત હો જ્યાહરે
દૂર ડમરું બજે જીભ લપકાવતી લાલ ધૂણે રમે નાચ આધી ઘડી
ક્યારે પાછો વળું? શું વળાંક આપવો ? ખંડની બત્તી પણ બંધ ક્યારે કરું?
સાંકળું ક્યાં હવે સાવ ખામોશ ખંડિત અને ઝૂરતી એક અંગત કડી
૨૩-૯-૨૦૦૧

0 comments
Leave comment