87 - બાંધછોડ ક્યાં કરવી ? / લલિત ત્રિવેદી


ચિતાર આપી કોઈ બાંધછોડ ક્યાં કરવી?
તું રૂપરંગથી છો પર તો હોડ ક્યાં કરવી?

સ્મરણની સાથે હવે તોડજોડ ક્યાં કરવી?
જવા દે, સાંજને તેંત્રીસ કરોડ ક્યાં કરવી?

ફરી આ રેશમી કાયાની જોડ ક્યાં કરવી?
લગાવ લાગ લગન છોડવછોડ ક્યાં કરવી?

પલાશ સાચવીને માંડ માંડ બેઠો છું
ધધખતી મીણબત્તીઓમાં સોડ ક્યાં કરવી?

ધરું છું આંખનું સર્વસ્વ એની પૂજામાં
ખૂણાઓ સાથે હવે મુખમરોડ ક્યાં કરવી?

ન આવ તું તો દિશાહીનતાને ક્યાં રોકું?
વિવશ ક્ષિતિજ લઈ દોડદોડ ક્યાં કરવી?

૭-૦૩.૨૦૦૧


0 comments


Leave comment