3 - … પર્યાય કોણ છે? / લલિત ત્રિવેદી
આ ઓમ નમ: શિવાયનો પર્યાય કોણ છે?
મારા શરીરમાં આ લગાતાર કોણ છે?
પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ?
આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે?
કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં?
અંજળને ગટગટાવીને પીનાર કોણ છે?
ધ્યાનસ્થ થૈ ગયો છે હવે કોનો અંધકાર ?
તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે?
આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?
આલેક થૈ ગયેલો ચમત્કાર કોણ છે?
સપ્ટેમ્બર ૧૯૯૬
મારા શરીરમાં આ લગાતાર કોણ છે?
પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ?
આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે?
કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં?
અંજળને ગટગટાવીને પીનાર કોણ છે?
ધ્યાનસ્થ થૈ ગયો છે હવે કોનો અંધકાર ?
તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે?
આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?
આલેક થૈ ગયેલો ચમત્કાર કોણ છે?
સપ્ટેમ્બર ૧૯૯૬
0 comments
Leave comment