55 - વણજારા, ઓ વણજારા / લલિત ત્રિવેદી


ક્યાં રે શમાવું નદિયું મેઘલી રે વણજારા, ઓ વણજારા
ભાળ કાઢું ભીતરમાં કેટલી રે વણજારા, ઓ વણજારા

લોચનિયે જોવું અને લોચન થૈ રહેવું નવે રંગ રે
લોચનિયે ખોવી દેરી માંહ્યલી રે વણજારા, ઓ વણજારા

એવા ઘઉંબાજરા કે નામ વિનાની એકે વસતું ન નિરખું
રસબસ તેંત્રીસ કોઠે માટલી રે વણજારા, ઓ વણજારા

આ બાજુ કાળજું કરતાલ રે ઓ બાજુ એણે દેવું શું ય
મારી ને એની જુગજુગ જોડલી રે વણજારા, ઓ વણજારા

રત છે ઘેઘૂર, હંસા ! વરતી જેવાં છે અઢળક વાયરા
આરત આ પંડમાં છે દોહ્યલી રે વણજારા, ઓ વણજારા

એમાં રહીને મારે ભજવો કિરતાર જોવી વાટ હો...
રખરખતો ઓરડો ને ગોખલી રે વણજારા, ઓ વણજારા

૨૭-૧૧-૨૦૦૧


0 comments


Leave comment