68 - તારી તરફનો માર્ગ / લલિત ત્રિવેદી


ચક્ષુઓ લીલા ઘાસમાં ઢોળાઈ જાય છે
આ પ્હોંચવું નિવાસમાં ઢોળાઈ જાય છે

તારી તરફનો માર્ગ હથેળીનો ઢાળ છે
દિવસો બધા પ્રયાસમાં ઢોળાઈ જાય છે

ઝૂલે છે એક બાગ અરીસાની આ તરફ
જનમોજનમ સુવાસમાં ઢોળાઈ જાય છે

આંખો ખૂલે છે હોઠ ખૂલે, શું ફરક પડે ?
છેવટે બધું લિબાસમાં ઢોળાઈ જાય છે

શી રીતે આ હવાનો પર્દાફાશ હું કરું ?
પ્રત્યેસ શ્વાસ શ્વાસમાં ઢોળાઈ જાય છે

વર્ષ - ૧૯૯૯


0 comments


Leave comment